VIDEO / પાકિસ્તાનની હાર બાદ ટીમ પર ગુસ્સે થયો વસીમ અકરમ, વાંદરાઓ સાથે કરી ખેલાડીઓની તુલના?
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર વંશીય પ્રહારો કર્યા છે. તેણે એક શોમાં પા
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર વંશીય પ્રહારો કર્યા છે. તેણે એક શોમાં પાકિસ્તાનના ખેલાડીઓની તુલના વાંદરાઓ સાથે કરી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનને કારણે ફેન્સમાં ઘણો ગુસ્સો છે.
'આટલા કેળા તો વાંદરાઓ પણ નથી ખાતા'
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પાકિસ્તાની ખેલાડીઓની તુલના વાંદરાઓ સાથે કરી હતી. તેણે કહ્યું કે, 'પહેલો કે બીજો ડ્રિંક્સ બ્રેક હતો. આ દરમિયાન મેદાનમાં કેળા ભરેલી એક મોટી ટ્રે આવી. આટલા કેળા તો વાંદરો પણ નથી ખાતા જેટલા તેમણે ખાધા છે. જો હું રમતો હોત અને ઈમરાન ખાને મને આટલા બધા કેળા ખાતા જોયો હોત, તો તે ત્યાં જ ઉધડો લઈ લેત.' જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે વકાર યુનિસ ઉપરાંત બે ભારતીય ક્રિકેટર અજય જાડેજા અને નિખિલ ચોપરા પણ વસીમ અકરમ સાથે આ શોમાં હાજર હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાંથી પાકિસ્તાન ટીમ બહાર!
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની પહેલી બે મેચ હારી ગયું છે. જેના કારણે હવે પાકિસ્તાની ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની બધી આશાઓ મરી ગઈ છે. ન્યુઝીલેન્ડે પહેલા પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું, ત્યારબાદ ભારતે બાકી રહેલું કાર્ય પૂર્ણ કર્યું. ભારત-પાકિસ્તાન મેચમાં, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ રિઝવાનની ટીમને 6 વિકેટથી હરાવી હતી.






