VIDEO: પાટણમાં વરસાદથી દીવાલ ધરાશાયી
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે પાટણ શહેર

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે પાટણ શહેરમાં દીવાલ ધસી પડવાની ઘટના સામે આવી છે. રેલવે ગરનાળા પાસે આવેલા દિવ્યા આશિષ કોમ્પ્લેક્સ પાછળ રેલવેની જૂની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ પડતાં નજીકમાં પાર્ક કરેલી એક પલ્સર બાઈક અને બોલેરો ગાડીને નુકસાન થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બનાવની જાણ થતાં સ્થાનિકો અને સંબંધિત તંત્રના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં જર્જરિત બાંધકામો અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.




