VIDEO: ગુજરાતની વિશ્વગ્રામ સંસ્થાએ કાશ્મીરમાં શૈક્ષણિક સેવાના સફળ ૧૦ વર્ષ પૂર્ણ કર્યા
અમદાવાદના વિશ્વકોશ ખાતે કાશ્મીરમાં વિશ્વગ્રામ ટ્રસ્ટની શૈક્ષ

અમદાવાદના વિશ્વકોશ ખાતે કાશ્મીરમાં વિશ્વગ્રામ ટ્રસ્ટની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓના ૧૦ વર્ષ પૂર્ણ થતાં 'અનુભવ સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૨૦૧૬થી શરૂ થયેલી આ અનોખી યાત્રા દ્વારા ગુજરાત અને કાશ્મીર વચ્ચે શિક્ષણ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સંવાદના માધ્યમથી મજબૂત માનવીય સંબંધો સ્થાપિત કરવામાં આવ્યા છે. સંસ્થાએ કાશ્મીરના ૪૦૦થી વધુ ગામડાઓમાં સંપર્ક કરીને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી ઉચ્ચ શિક્ષણમાં મદદ કરી છે, જેનાથી અનેક યુવાનો આજે મોટી કંપનીઓમાં સારી નોકરી મેળવી રહ્યા છે. આ અંતર્ગત 'બી અવર ગેસ્ટ', 'ઓપરેશન બ્રિજ બિટવીન અસ' અને વિશેષ વર્કશોપ જેવા અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કાશ્મીરના યુવાનોને દેશના અન્ય રાજ્યો સાથે જોડી મુખ્ય ધારામાં લાવવા અને સરહદ પર સુમેળભર્યું વાતાવરણ સર્જવા માટે સંસ્થા સતત પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે.




