VIDEO: પાક નુકસાનીના વળતર માટે હુબલીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
કર્ણાટકના હુબલીમાં પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો દ્વારા એક વિશાળ વિ

કર્ણાટકના હુબલીમાં પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ચાલુ સીઝનમાં વરસાદની ખેંચ અને પ્રતિકૂળ હવામાનને કારણે મોટા પાયે પાક બળી જતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો . આક્રોશિત ખેડૂતોએ સરકાર સમક્ષ માગ કરી હતી કે પ્રભાવિત વિસ્તારોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પીડિત ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત સંગઠનોના નેતાઓએ વહીવટી તંત્રને આવેદનપત્ર સોંપ્યું હતું અને ચીમકી આપી હતી કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન છેડશે. આ પ્રદર્શનના પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.




