VIDEO: ભારત પર 500 ટકા ટેરિફનું જોખમ!
વૈશ્વિક બજારમાં કાચા ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે અમેરિકા તરફથી આવી રહેલા એક મોટા સમાચાર ભારત માટે નવી મુશ્

વૈશ્વિક બજારમાં કાચા ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે અમેરિકા તરફથી આવી રહેલા એક મોટા સમાચાર ભારત માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર અમેરિકાએ કડકાઈ વધારવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ચાર શક્તિશાળી સેનેટર્સે ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લગાવતા એક બિલને આગળ વધારવા માટે સંમતિ સાધી છે. આ બિલનો મુખ્ય હેતુ રશિયાની આર્થિક કમર તોડવાનો છે, જેથી તેને યુક્રેન સામેના યુદ્ધ માટે ફંડિંગ મળતું બંધ થઈ જાય.. આ બિલના પ્રારંભિક ડ્રાફ્ટમાં એક અત્યંત કડક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે મુજબ રશિયા પાસેથી ઊર્જા સ્ત્રોતો ખરીદવાનું ચાલુ રાખનારા દેશોના અમેરિકા ખાતે થતા નિકાસ પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ હતી. તે સમયે અમેરિકી સેનેટરે તેને 'બોન-ક્રશિંગ' એટલે કે હાડકાં તોડી નાખે તેવી પેનલ્ટી ગણાવી હતી. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, નવા ડ્રાફ્ટમાં ટેરિફના દરોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી ફાઈનલ ડ્રાફ્ટ જાહેર ન કર્યો હોવાથી અંતિમ ટેરિફ કેટલો હશે તે હજુ સ્પષ્ટ નથી.




