મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિમલામાં આકાશી આફત! ગાજવીજ સાથે વરસાદ અને પ્રચંડ કરા પડ્યા, બાગાયતી ખેતીને વ્યાપક નુકસાન

VIDEO: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાતાવરણ પલટાય

VIDEO: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. શહેર ઉપરાંત જિલ્લાના ઉપરના વિસ્તારો જેવા કે કુફરી, ઠિયોગ અને ફાગુમાં ભયંકર કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદ અને કરાને કારણે બાગાયતી ખેતીને વ્યાપક નુકસાન થયું છે,

જેને પગલે ખેડૂતો અને બાગાયતદારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ખાસ કરીને ઉપરના શિમલામાં અત્યારે સ્ટોન ફ્રૂટની સીઝન શરૂ થઈ હોવાથી આ કુદરતી આફતની સીધી અસર પાક પર પડી છે. કરાના કારણે ફળોના બગીચાઓમાં થયેલા નુકસાનથી બાગાયતદારોને આર્થિક ફટકો પડવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો