પાકિસ્તાન ટ્રેન હાઇજેકનો VIDEO આવ્યો સામે, જુઓ BLA એ મુસાફરોને કેવી રીતે બંધક બનાવ્યા
પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલી ટ્રેન હાઇજેકિં
પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલી ટ્રેન હાઇજેકિંગનો સંપૂર્ણ VIDEO સામે આવ્યો છે. આ VIDEOમાં જોઈ શકાય છે કે કેવી રીતે BLA એ મુસાફરો સહિત આખી પાકિસ્તાની ટ્રેનને બંધક બનાવી લીધી. VIDEOમાં વિસ્ફોટ જોઈ શકાય છે. બંધકોને મુક્ત કરાવવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.
પાકિસ્તાની સેનાનો પર્દાફાશ
બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા અપહરણ કરાયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનના 104 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેમણે 16 BLA આતંકવાદીઓને મારી નાખ્યા બાદ આ બંધકોને મુક્ત કર્યા હતા. પરંતુ જાફર એક્સપ્રેસના મુક્ત કરાયેલા મુસાફરોએ પાકિસ્તાની સેનાનો પર્દાફાશ કર્યો છે. ઘણા મુસાફરોએ કહ્યું કે તેમને પાકિસ્તાની સેનાએ બચાવ્યા ન હતા પરંતુ BLAએ જ છોડી દીધા હતા.
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત
ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે જે પોતાને પાકિસ્તાનનો ભાગ માનતો નથી. 1974 માં પાકિસ્તાન દ્વારા તેને બળજબરીથી ભેળવી દેવામાં આવ્યું. ત્યારથી તે બલુચિસ્તાન પર પોતાનો અધિકાર દાવો કરે છે. પાકિસ્તાન પોતે ત્યાંની સંપત્તિનો ઉપયોગ કરી રહ્યું છે અને ખાણકામના અધિકારો પણ ચીનને સોંપી દીધા છે. આ કારણે, બલુચિસ્તાનના રહેવાસીઓ ચીન અને પાકિસ્તાન બંનેથી નાખુશ રહે છે. બલૂચ લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીને બલૂચિસ્તાનની સંપત્તિનો ઉપયોગ કરીને તેની સ્થિતિ વધુ ખરાબ કરી છે.





