VIDEO: ડિબ્રુગઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! અચાનક ત્રાટકેલા વરસાદે મચાવી તબાહી, રસ્તાઓ બન્યા નદી

VIDEO: ડિબ્રુગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.. અચાન

VIDEO: ડિબ્રુગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.. અચાનક ત્રાટકેલા મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.. જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકો સુરક્ષિત આશ્રય મેળવવા માટે મથામણ કરી રહ્યા છે.. જુઓ આ ખાસ રજૂઆત.

આસામના ડિબ્રુગઢમાં અચાનક ત્રાટકેલા ભારે વરસાદને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે.. મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા..

જાહેરાત

ભરબપોરે અંધારપટ છવાઈ જતાં લોકો આશ્રય મેળવવા માટે આમતેમ દોડતા જોવા મળ્યા હતા.. અચાનક બદલાયેલા હવામાનને કારણે બજારમાં ખરીદી કરવા નીકળેલા લોકો અને ઓફિસથી પરત ફરતા કર્મચારીઓ ફસાઈ ગયા હતા..

આ સમાચાર શેર કરો

જાહેરાત