VIDEO/ દિલ્હીના નરેલામાં ફૂટવેર ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તૈનાત
દેશની રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફૂટવેર ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટન
દેશની રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફૂટવેર ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર બિલ્ડિંગને પોતાની લપેટમાં લઈ લીધી હતી.. અને આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો.. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ફેક્ટરીમાં રાખેલો મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાથી ભારે આર્થિક નુકસાનની ભીતિ છે.








