Video: ધારાસભ્ય અનંત સિંહને જેડીયુનો ઝટકો, પત્ની સાથે છ વર્ષ માટે પક્ષમાંથી બહાર

બિહારમાં જનતા દળ યુનાઇટેડે ધારાસભ્ય અનંત સિંહ અને તેમની પત્ની નીલમ દેવીને પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. વિધાન પરિષદની ચૂંટણીમાં અનંત સિંહે જેડીયુના ઉમેદવાર નીરજ કુમાર સિંહનો વિરોધ કરીને જન સુરાજના ઉમેદવાર અનુજ સિંહને ખુલ્લું સમર્થન આપ્યું હતું. આ મામલે જેડીયુએ બિહાર વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ અનંત સિંહની ધારાસભ્ય તરીકેની સભ્યતા રદ કરવાની પણ ભલામણ કરી છે. પક્ષે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ તેમની સભ્યતા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.








