VIDEO: લોકશાહીનો મહાકુંભ: આસામ, કેરળ અને પુડુચેરીમાં ગુરુવારે મતદાન, દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં થશે કેદ

આસામ, કેરળ અને પુડ

આસામ, કેરળ અને પુડુચેરીની જનતા આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપોયગ કરીને નવી સરકારનું ભાવી નક્કી કરશે.ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  

ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામ અને દક્ષિણનાકેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા આ વિસ્તારોમાં તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતદાન મથકો પર સવારથી જ પોલિંગ ઓફિસરો અને સુરક્ષા જવાનો ઈવીએમ અને વીવીપેટ મશીનો સાથે રવાના થઈ ચૂક્યા છે.શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થાય તે માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની સેંકડો ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આસામના સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

જાહેરાત

પુડુચેરી અને કેરળમાં પણ સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા ફ્લેગ માર્ચ યોજીને મતદારોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવશે.ગરમી અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, શેડ અને વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે.

ચૂંટણી પંચે મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરી છે.આ ત્રણેય રાજ્યમાં ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. વિકાસ, રોજગાર અને સ્થાનિક મુદ્દાઓ પર લડાઈ રહેલી આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે, જેના પર સમગ્ર દેશની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત