VIDEO: સવારના 5.30 વાગ્યાથી જ મતદાન કેન્દ્રો પર લાગી લાંબી લાઈનો, મતદારોમાં અનેરો ઉત્સાહ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 142 બેઠકો પર ઉત્સ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 142 બેઠકો પર ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું હતું, પરંતુ લોકોમાં એટલો ભારે ઉત્સાહ જોવા મળ્યો કે સવારે 5:30 વાગ્યાથી જ બૂથ પર લાંબી કતારો લાગી ગઈ હતી, જે રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં એક નવો ટ્રેન્ડ દર્શાવે છે. આ તબક્કામાં સૌથી હાઈ-પ્રોફાઇલ જંગ ભવાનીપુર બેઠક પર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામનો ભાજપના સુવેન્દુ અધિકારી સાથે થઈ રહ્યો છે. વર્ષ 2021માં આ 142 બેઠકોમાંથી TMCએ 123 બેઠકો જીતી હતી. પ્રથમ તબક્કાના વિક્રમી 93% મતદાન બાદ હવે સૌની નજર 4 મેના રોજ આવનારા પરિણામો પર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત