VIDEO: તમિલનાડુમાં મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ! પેલિકન અને ફ્લેમિંગોના આગમનથી પર્યટકોમાં ભારે ઉત્સાહ

VIDEO: તમિલનાડુનું થૂથુકુડી શહેર અત્યાર

VIDEO: તમિલનાડુનું થૂથુકુડી શહેર અત્યારે કલરવથી ગુંજી ઉઠ્યું છે. શહેરના પરા વિસ્તારોમાં આવેલા જળાશયોમાં દેશી-વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષીવિદો માટે આ એક લ્હાવો છે. આ મનોહર દ્રશ્યોએ સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું છે.

તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના પરા વિસ્તારોમાં હાલમાં કુદરતનું અદભૂત સૌંદર્ય જોવા મળી રહ્યું છે. અહીં આવેલા વિવિધ જળાશયો અને તળાવોમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ એકઠી થઈ રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર પક્ષીઓના મધુર અવાજથી ગુંજી ઉઠ્યો છે.

જાહેરાત

જળાશયોમાં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં, પણ લાંબો પ્રવાસ ખેડીને આવતા યાયાવર પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. જેમાં પેલિકન, ફ્લેમિંગો, પેઈન્ટેડ સ્ટોર્ક અને વિવિધ પ્રકારના બગલાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરા વિસ્તારોમાં પાણીની સારી ઉપલબ્ધતા અને ખોરાકની સરળતાને કારણે પક્ષીઓ આ સ્થળોને પોતાનું રહેઠાણ બનાવી રહ્યા છે. શાંત વાતાવરણ પક્ષીઓ માટે અનુકૂળ સાબિત થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત