VIDEO: ઓસ્ટ્રેલિયા-સિડનીમાં નવા વર્ષનું ભવ્ય વેલકમ, આતશબાજીથી રંગાયુ આકાશ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2026નું સ્વાગત ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્ય

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2026નું સ્વાગત ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્યું છે. સમયના તફાવત (Time Zone)ને કારણે વિશ્વના અલગ-અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પેસિફિક મહાસાગરના ટાપુ દેશ કિરીબાતીમાં સૌથી પહેલા વર્ષ 2026નું આગમન થયું હતું, ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી શરૂઆત થઈ હતી.
સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેશન સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેશનનો ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈ ખરેખર તમારું મન ખુશ થઈ જશે. https://twitter.com/ANI/status/2006367778077565065 ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે સિડની હાર્બર બ્રિજ ખાતે ભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશ્વભરના દર્શકોની ભીડ એકઠી થઈ હતી. દરમિયાન રહેવાસીઓ અને પ્રવાસીઓ ચમકતા આતશબાજી જોવા માટે વોટરફ્રન્ટ પર એકઠા થયા હતા.જાહેરાત




