મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO:સુરતમાં જોખમી એપીકે ફાઈલ થકી સાયબર છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો

સુરત સાયબર ક્રાઈમ સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના મોટા નેટવર્કને પકડી પાડ્યો

તસવીર: gstv

સુરત સાયબર ક્રાઈમ સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના મોટા નેટવર્કને પકડી પાડ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરના 18 વર્ષ 6 મહિનાના રોહિત શાક્યને ઝડપી પાડ્યો છે. માત્ર 11મું ધોરણ પાસ આરોપી AIની મદદથી જોખમી APK બનાવી ટેલિગ્રામ મારફતે જામતારા, હરિયાણા અને રાજસ્થાનના સાયબર ગેંગને સપ્લાય કરતો હતો….PNB, SBI, એક્સિસ બેંક, યુકો બેંક અને અમેરિકન એક્સપ્રેસના નામે નકલી એપ બનાવતો હતો. સુરતના 5 લાખ રૂપિયાના ફ્રોડ કેસની તપાસમાં આ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપી પાસેથી લેપટોપ-મોબાઈલ સહિત અનેક ડિજિટલ સાધનો કબજે કરવામાં આવ્યા છે. સાયબર સેલ વધુ તપાસ કરી છે...

આ સમાચાર શેર કરો