મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા ઘરોમાં ઘુસ્યા પાણી, જૂઓ અવકાશી નજારો

સુરત શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ ને લઈને ભેળવાળ ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડી ઓવર

તસવીર: gstv

સુરત શહેર અને જિલ્લામાં પડેલા વરસાદ ને લઈને ભેળવાળ ખાડી ઓવરફ્લો  થઈ છે. ખાડી ઓવરફ્લો થવાના ડ્રોન દ્રસ્યો સામે આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વિવિધ ખાડીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટી ૭.૨૦ મીટર વટાવીને ૭.૩૦ મીટરે પહોંચતાં ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી આસપાસના ખેતરો, ઘરો અને શોપિંગ કોમ્પ્લેક્સમાં ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે શહેરમાંથી પસાર થતી અન્ય ખાડીઓ જેમ કે કાકરા ખાડી, મીઠી ખાડી, ભાઠેના ખાડી અને સીમાડા ખાડીના લેવલમાં પણ વધારો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો