મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વર્ક વિઝા વિદેશ નોકરીના નામે છેતરપિંડી મામલામાં આરોપીની ધરપકડ કરાઈ

સાયબર ક્રાઇમ પોલીસે વર્ક વિઝા અને વિદેશમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી આચરતા આં

તસવીર: gstv

સાયબર ક્રાઇમ પોલીસે વર્ક વિઝા અને વિદેશમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી આચરતા આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય આરોપી કવલજીત સિંહની હરિદ્વારથી ધરપકડ કરી છે. આરોપીઓએ એક ફરિયાદી પાસેથી અલગ-અલગ ચાર્જિસ પેટે 26 લાખ 29 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે દેશના 12 રાજ્યોમાંથી આ ગેંગ વિરુદ્ધ કુલ 23 ફરિયાદ નોંધાઈ છે. NCRP પોર્ટલ પરથી આશરે 1 કરોડ 80 લાખ રૂપિયાનું ફંડ ફ્રીઝ કરવામાં આવ્યું છે. આરોપીના મોબાઇલમાંથી મળેલા ચેટ પરથી 10 કરોડથી 100  કરોડ રૂપિયા સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણીના સંકેત મળતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો