VIDEO: અમદાવાદ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની દરરોજ 600 ફરિયાદ આવે છે
સ્માર્ટ સિટીના નામે ઓળખાતા અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા હજુપણ અપૂરતી છ

સ્માર્ટ સિટીના નામે ઓળખાતા અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા હજુપણ અપૂરતી છે. શહેરમાં કુલ 2 લાખ 17 હજાર સ્ટ્રીટ પોલ છે, જેમાં મોટી સંખ્યામાં લાઇટ બંધ હોવાની પ્રતિદિન 600થી 650 જેટલી ફરિયાદ મહાનગરપાલિકાને મળે છે. સ્ટ્રીટ લાઇટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે મહાનગરપાલિકા પ્રતિ મહિને લગભગ બે કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. છતાં પણ નાગરિકોને યોગ્ય સુવિધા મળતી નથી. આ મુદ્દે તંત્ર પણ સ્વીકારે છે કે રોજ સ્ટ્રીટ લાઇટ સંબંધિત અસંખ્ય ફરિયાદ આવે છે, જે શહેરની સ્માર્ટ વ્યવસ્થાને પ્રશ્નાર્થક બનાવે છે.




