મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:પ્રાંતિજમાં ૨૪ કલાકમાં ચાર ઇંચ. હિંમતનગરમાં ત્રણ ઇંચ વરસાદ

Universal rainfall in Sabarkantha district: Four inches in 24 hours in the region. Three inches of rain in Himmatnagar | સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી જ સાર

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પ્રાંતિજમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો હિંમતનગરમાં પણ ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઈડરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં સવારથી જ કાળાડીબાંગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો