VIDEO: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે CPWD ના ૧૭૨મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી
નવી દિલ્હીમાં આયોજિત કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગના ૧૭૨મા સ્થાપના

નવી દિલ્હીમાં આયોજિત કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગના ૧૭૨મા સ્થાપના દિવસ સમારોહમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ૧૮૫૪માં સ્થપાયેલ CPWD ભારતમાં સરકારી મિલકતોના નિર્માણ અને સંચાલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી .આ અવસરે મંત્રીએ વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા, સમયબદ્ધતા અને ગુણવત્તા નિયંત્રણ પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ઈજનેરો અને અધિકારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રને વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યું હતું




