'કોણી મારી, ચૂંટિયો ભર્યો...', મંચ પર જ ગડકરીની હાજરીમાં બે મહિલા અધિકારીઓની હરકતો કેમેરામાં કેદ
મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા અધિકારીઓની હરકતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, એ પણ કેન્દ્રીય મંત
મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા અધિકારીઓની હરકતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, એ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સામે. હકીકતમાં, નાગપુરના સરકારી કાર્યક્રમમાં રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે મહિલા ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો વિવાદ સાર્વજનિક થઈ ગયો હતો. આ આખો મામલો વીડિયોમાં કેદ થયો છે કે, કેવી રીતે બંને વચ્ચે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારી બીજીને કોણીથી ધક્કો મારી રહી છે અને ચીંટિયો ભરે છે.
શું હતી ઘટના?
જણાવવામાં આવી રહ્યું છે કે, આખો વિવાદ પોસ્ટરમાસ્ટર જનરલ (PMG)ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા મધલે 8 સપ્ટેમ્બરે કર્ણાટક ઘરવાડમાં ટ્રાન્સફર થઈ ગયા. નવી નિયુક્તિ સુધી નાગપુરનો ચાર્જ નવી મુંબઈના પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશીને આપવામાં આવ્યો છે. મધલેએ ટ્રાન્સફર ઓર્ડર સામે કોર્ટ જઈને ટ્રાન્સફર પર સ્ટે લગાવવામાં આવ્યો. તેથી મધલે અને જોશી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ ઝઘડો રોજગાર મેળામાં જોવા મળી રહ્યો છે.
રોજગાર મેળામાં થયો ઝઘડો
રોજગાર મેળામાં જ્યારે બંને અધિકારી એક જ સોફા પર બેઠા હતા, તો તેમની વચ્ચે સાર્વજનિક રૂપે ઝઘડો શરૂ થઈ ગયો. મધાલેએ જોશીના હાથને ધક્કો માર્યો, જેનાથી સોફા પર પાણી ઢળી ગયું. આરોપ છે કે, મધાલેએ જોશીના ડાબા હાથ પર ચૂંટિયો ભર્યો અને કોણીથી ધક્કો પણ માર્યો. કેન્દ્રીય મંત્રી ગડકરીની સામે થયેલી આ અશોભનીય હરકત બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની પણ સંભાવના છે.






