મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરામાં માત્ર બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર વહી નદીઓ

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન

તસવીર: gstv

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને શહેરા તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અણધાર્યા અને આકાશી વરસાદી માહોલના કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે. લાંબા સમય બાદ સારો વરસાદ વરસતા ધરતીપુત્રો એટલે કે ખેડૂતોમાં પણ ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો