મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ટ્રમ્પે કેનેડાથી થતી આયાત પર 50 ટકા સુધી ટેરિફ ઝીંક્યો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર 50 ટકા સુધીનો ટૅરિફ ઝીં

તસવીર: gstv

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર 50 ટકા સુધીનો ટૅરિફ ઝીંકવાની જાહેરાત કરીને વૈશ્વિક ટ્રેડ વોરમાં નવો મોરચો ખોલી દીધો છે. અમેરિકાનો આરોપ છે કે કેનેડા અમેરિકન કાર, દારૂ અને ડેરી પ્રોડક્ટ્સ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યું છે. દારૂ, સિમેન્ટ, આઇસ હોકીના સાધનો, કપડાં અને ફર્નિચર જેવી અનેક વસ્તુઓ પર લાગુ થનારો આ નવો ટેક્સ આગામી 30 દિવસમાં એટલે કે 19 ઑગસ્ટથી અમલી બનશે. ટ્રમ્પે આ ટૅરિફ લાદવા માટે ટૅરિફ ઍક્ટ 1930ની કલમ 338નો ઉપયોગ કર્યો છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશો સામે 50 ટકા સુધીની આકરા ટૅરિફ લાદવાની સત્તા આપે છે જે અમેરિકન સામાન સાથે ભેદભાવ કરે છે. લગભગ એક સદી જૂના આ કાયદાનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ ઊર્જા, કીમતી ખનિજો, પોટાશ અને ફીશ જેવી કેટલીક મહત્ત્વની વસ્તુઓને આ ટૅરિફમાંથી મુક્તિ આપી છે.

આ સમાચાર શેર કરો