VIDEO: ખીરસરા રોડ પર નાર પાટ ચેકડેમમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત.
જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાર પાટ ચેકડેમમાં

જેતપુરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાર પાટ ચેકડેમમાં મિત્રો સાથે નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચથી છ મિત્રો સાથે નાહવા માટે પડેલા વસીમ પરમાર (ઉં.વ. ૨૦) અને કાદિર ડોઢિયા (ઉં.વ. ૧૭) નામના સગીરનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બનાવની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યારે આ કરુણ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.




