VIDEO: દુધરેજ વટેશ્વર વનમાં પર્યટકો મુશ્કેલીમાં: પીવાનું પાણી પણ અપ્રાપ્ય
સુરેન્દ્રનગરના દુધરેજ નજીક રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે બનેલા વટેશ્વર સાંસ્કૃતિ

સુરેન્દ્રનગરના દુધરેજ નજીક રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે બનેલા વટેશ્વર સાંસ્કૃતિક વનમાં આવતા પર્યટકો પાણીની સુવિધા ન હોવાથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વનની અંદર બહારથી પાણી લઈ જવા પર મનાઈ છે, જ્યારે અંદર આવેલી પરબોમાં પણ પાણી ન હોવાથી પર્યટકો તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. પર્યટકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.


