VIDEO: તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે નિઝર અને કુકરમુંડામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની ચેતવણી વચ્ચે તાપી જિલ્લામાં મેઘરા

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની ચેતવણી વચ્ચે તાપી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. નિઝર અને કુકરમુંડા ઉપરાંત વેલદા તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વેલદા ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. લાંબા સમયની રાહ જોયા બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સતર્ક બન્યું છે.




