મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ: નૌકાદળના એકમ 'આઈએનએસ ત્રાતા' નજીક બિલ્ડિંગના પુનઃનિર્માણ સામે કેન્દ્ર સરકારની હાઈકોર્ટમાં અરજી

વેસ્ટર્ન નેવ

તસવીર: gstv

વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળના સંરક્ષણ એકમ આઈએનએસ ત્રાતા થી માત્ર ૧૦૦ મીટરના અંતરે થઈ રહેલા બિલ્ડિંગના પુનઃનિર્માણ સામે કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કેન્દ્રનો આક્ષેપ છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ નિયમો વિરુદ્ધ મંજૂરી આપી છે…વરલીમાં સાસ્મિરા રોડ પર બની રહેલી આ બિલ્ડિંગથી લશ્કરી મથક પર સીધી નજર રાખી શકાશે, જેનાથી જાસૂસીનું જોખમ ઊભું થઈ શકે છે. અરજીમાં જણાવાયું છે કે આ સંવેદનશીલ મથકની ગુપ્તતા અને કર્મચારીઓની સુરક્ષાના હિતમાં આ બાંધકામ અટકાવવું અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો