મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં ચોર ટોળકી પર તવાઈ, 15 આરોપી ઝડપાયા

દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ચોરી કરતી અલગ-અલગ ટોળકીના 15 આરોપીઓને પોલીસે ઝડપી પા

તસવીર: gstv

દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ચોરી કરતી અલગ-અલગ ટોળકીના 15 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દ્વારકાધીશ જગત મંદિર અને આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં પીક પોકેટિંગ, ચેઈન સ્નેચિંગ અને ચોરી કરતી ટોળકીઓ પર પોલીસની ખાસ નજર હતી. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ ઈસમો પર વોચ ગોઠવી હતી. SOG અને દ્વારકા પોલીસની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી 15 આરોપીઓને ઝડપી લીધા છે. તપાસમાં આરોપીઓ અગાઉ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમાચાર શેર કરો