મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વારાણસીમાં ગંગાનું જળસ્તર સ્થિર થયું

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં ઘટાડા બાદ હવે સ્થિતિ સ્થિર થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગંગા

તસવીર: gstv

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં ઘટાડા બાદ હવે સ્થિતિ સ્થિર થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગંગાના જળસ્તરમાં સતત ઘટાડો નોંધાયા બાદ હવે પાણીનું સ્તર સ્થિર જોવા મળી રહ્યું છે. જળસ્તરમાં ઘટાડો થતાં નદી કિનારાના વિસ્તારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાટો પર પણ સામાન્ય સ્થિતિ ધીમે ધીમે પરત ફરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ગંગાના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના પાણીની સ્થિતિ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાને લઈને જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન વારાણસીના વિવિધ ઘાટોના દૃશ્યો સામે આવ્યા છે, જેમાં ગંગાનું વર્તમાન જળસ્તર અને ઘાટ પરની સ્થિતિ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો