VIDEO: જામનગરની બે નારીશક્તિને ભાજપ મહિલા મોરચામાં મોટી જવાબદારી
ભાજપ મહિલા મોરચાની નવી પ્રદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જામનગરને મહત્

ભાજપ મહિલા મોરચાની નવી પ્રદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જામનગરને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. એકતાબેન સોઢાની પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ભાવિષાબેન ધોળકિયાને કારોબારી સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. બંને મહિલા આગેવાનોની વરણીથી જામનગર ભાજપ સંગઠનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કાર્યકરોએ આ નિમણૂકને જામનગર માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. નવી ટીમ સાથે મહિલા મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




