મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓસ્ટ્રેલિયન ટી-20 લીગની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે

પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન

તસવીર: gstv

પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ એટલે કે ટી-20 લીગની ઓપનિંગ મેચ આ વર્ષે 12 ડિસેમ્બરે ચેન્નઈમાં રમાશે. આ એક અઠવાડીયાની ઈવેન્ટ હશે અને પહેલીવાર બનશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગની મેચ ભારતમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત તેની બિગ બેશ લીગ ભારત લાવી રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપ લોન્ચ કર્યો છે. આ અંતર્ગત રમતગમત વિજ્ઞાન, મોટી રમતગમત સ્પર્ધાઓનું આયોજન અને રોકાણ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં આવશે.

આ સમાચાર શેર કરો