VIDEO: ધોળકામાં આવેલું પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર, જ્યાં શિવલિંગ પર બને છે પરપોટા
અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક નગર ધોળકા ખાતે મહાભારતકાળ સાથે જોડાયેલું અનોખુ

અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક નગર ધોળકા ખાતે મહાભારતકાળ સાથે જોડાયેલું અનોખું શિવધામ નાગનાથ મહાદેવ આવેલું છે, જે ‘પરપોટીયા મહાદેવ’ તરીકે ઓળખાય છે. આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ પર સ્ફટિક જેવા પાણીના પરપોટાના કુદરતી આકારો બનેલા છે, જેની ગણતરી કરવી અશક્ય માનવામાં આવે છે. પૂનમ અને અમાસની તિથિ પ્રમાણે રંગ અને કળા બદલતા આ શિવલિંગનો જીર્ણોદ્ધાર વડોદરાના ગાયકવાડ રાજવીઓએ કરાવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાને પણ અહીં પૂજા-અર્ચના કરી હતી. વર્ષોથી અખંડ જ્યોત ધરાવતા આ ધામમાં શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.




