VIDEO: ધોળકામાં કેમિકલયુક્ત પાણીથી ખેડૂતો પરેશાન, આંદોલનની ચીમકી
ધોળકા નગરપાલિકાના ગટરના પાણી સાથે કંપનીઓનું કેમિકલયુક્ત પાણી ભળી જતાં ભેટાવાડા સહિત આસપાસન

ધોળકા નગરપાલિકાના ગટરના પાણી સાથે કંપનીઓનું કેમિકલયુક્ત પાણી ભળી જતાં ભેટાવાડા સહિત આસપાસના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપો થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પીવાના બોરમાં પણ દૂષિત પાણી ઉતરતાં લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. કોનકડ, કેડિલા ફાર્મા અને જીમાર્ટેક કંપનીઓ દ્વારા ગટરના કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆતો કરી છે. સમસ્યાનો ઉકેલ નહીં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.




