મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુખ્યમંત્રીએ જનતા દર્શનમાં સમસ્યાઓ સાંભળી

લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી નિવાસસ્થાને જનતા દર્શન યોજીને નાગરિ

તસવીર: gstv

લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી નિવાસસ્થાને જનતા દર્શન યોજીને નાગરિકોની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન તેમણે રાજ્યભરમાંથી આવેલા લોકોની અરજીઓ સ્વીકારી અને અધિકારીઓને ત્વરિત તથા સંતોષકારક નિરાકરણ લાવવા કડક નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ખાસ કરીને પોલીસ અને રેવેન્યુ વિભાગના પ્રશ્નોમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી આપી હતી. આ લોક દરબારમાં અરજી લઈને આવેલા નાગરિકો સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો અને જરૂરિયાતમંદોને સરકાર તરફથી પૂરી મદદ મળવાની ખાતરી આપી હતી.

આ સમાચાર શેર કરો