મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ભેસ્તાનમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોડી રાત્રે શહેરના ભેસ

તસવીર: gstv

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઊન પાટિયા નજીકના યાયા નગર વિસ્તારમાં હત્યાનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં નીતેશ નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો