VIDEO: ગોજારીયાની હોસ્પિટલમાં દર્દીના સગાંઓનો આતંક, ડોક્ટર પર હુમલો કરી તોડફોડ મચાવી!
મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામમાં આવેલી પ્રમુખસ્વામી સર્જિકલ હોસ્પિટલમાં દ

મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામમાં આવેલી પ્રમુખસ્વામી સર્જિકલ હોસ્પિટલમાં દર્દીના સગાંઓ દ્વારા ડોક્ટર પર હુમલો કરી તોડફોડ કરવાનો ગંભીર બનાવ બન્યો હતો. કેન્સરની સારવાર દરમિયાન મહિલા દર્દીને આંચકી આવતાં ઉશ્કેરાયેલા સગાંઓએ ડોક્ટર પર હુમલો કરી તેમનો હાથ ખેંચી નાખ્યો હતો. આ હુમલા દરમિયાન બચાવવા વચ્ચે પડેલા ડોક્ટરના પત્નીને પણ ધક્કો મારીને નીચે પટકી દેવામાં આવ્યા હતા. હુમલાખોરોએ દવાખાનાની ઓફિસનું બારણું, સીડીની ગ્રીલ અને ડોક્ટરનો મોબાઈલ ફોન પણ તોડી નાખી ભારે તોડફોડ મચાવી હતી. આ અંગે દર્દીના ભાઈ સહિત કુલ ૪ શખ્સો સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




