VIDEO: મહિસાગરના લુણાવાડામાં જીબીએસ અને ફૂડ પોઈઝનિંગના કેસને લઈ તંત્ર એલર્ટ: કલેક્ટરે સોસાયટી અને હોસ્પિટલની લીધી મુલાકાત
મહિસાગર લુણાવાડા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીબ

મહિસાગર લુણાવાડા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીબીએસ રોગના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જીએસટીવીના અહેવાલની અસરને પગલે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા જયશ્રીનગર સોસાયટી અને જનરલ હોસ્પિટલની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી....મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ફૂડ પોઈઝનિંગના વિદ્યાર્થીઓની પણ મુલાકાત લેવાઈ હતી. તંત્ર દ્વારા હવે લુણાવાડાની ૩૩ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે અને ફાસ્ટફૂડ સ્ટોલ તથા હોટલોમાં સઘન તપાસ શરૂ કરાઈ છે.




