મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લુણાવાડામાં બક્ષી પંચ છાત્રાલયના ૬ બાળકોને ફૂડ પોઈઝનિંગ

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ચાર કોશીયા નાકા પાસે આવેલા બક્ષી પંચ કુમાર છાત્રાલયમાં રહેતા 6

તસવીર: gstv

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ચાર કોશીયા નાકા પાસે આવેલા બક્ષી પંચ કુમાર છાત્રાલયમાં રહેતા 6 બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થવાની ગંભીર ઘટના સામે આવી છે. છાત્રાલયમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે ભોજન લીધા બાદ બાળકોને ઝાડા અને ઉલટીની તકલીફ થઈ હતી. તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આ તમામ બાળકોને સારવાર અર્થે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમની સઘન તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરમ અને જીબીએસ જેવા ગંભીર રોગોનો ખતરો તોળાઈ રહ્યો છે આ ઘટના બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા જિલ્લાની તમામ કુમાર છાત્રાલયો તેમજ આશ્રમશાળાઓમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો