મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત: ખાડી પૂર મામલે ૧૫ સોસાયટીના રહીશો લડી લેવાના મૂડમાં

સુરતમાં ખાડી પૂરથી ત્રસ્ત ૧૫થી વધુ સોસાયટીઓના રહીશો હવે લડી લેવાના મૂડમાં

તસવીર: gstv

સુરતમાં ખાડી પૂરથી ત્રસ્ત ૧૫થી વધુ સોસાયટીઓના રહીશો હવે લડી લેવાના મૂડમાં આવ્યા છે. પર્વત પાટીયા અને મગોબ વિસ્તારમાં ૨૫ દિવસમાં ત્રણ વખત પૂરનો સામનો કરનાર લોકોએ જન આંદોલન સમિતિની રચના કરી છે. ૪૦૦થી વધુ સ્થાનિકોએ બેઠક યોજી પદયાત્રા, બાઈક રેલી અને ઉપવાસ જેવા વિરોધ પ્રદર્શનોની રણનીતિ ઘડી છે. છેલ્લા ૧૦ વર્ષથી ખાડી પૂરથી કંટાળેલા રહીશોએ હવે પોકળ વચનોને બદલે કાયમી નિવારણની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો