VIDEO: સુરત: પૂરગ્રસ્તોની વહારે આવી જિલ્લા પોલીસ, રાહત કામગીરી શરૂ કરાઈ
સુરતની કિમ નદીમાં આવેલા પૂરના પાણી ઓસરતાં જનજીવન ધીમેધીમે સામાન્ય બન્યું છે. સ

સુરતની કિમ નદીમાં આવેલા પૂરના પાણી ઓસરતાં જનજીવન ધીમેધીમે સામાન્ય બન્યું છે. સુરત જિલ્લા પોલીસે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી હાથ ધરી છે....ઓલપાડ તાલુકાના બોલાવ ગામના જૂના અને નવા હળપતિવાસ સહિત બોલાવ, આશરમ, રણકપોર, લુવારા, લીંબાડા, વેલાછા અને મોટી નરોલી ગામોમાં પોલીસે અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડી છે...ડીવાયએસપી બી. કે. વનારના માર્ગદર્શન હેઠળ કિમ, પાલોડ, કોસંબા અને માંગરોળ પોલીસની ટીમોએ ફૂડ પેકેટ અને પીવાનું પાણી વિતરિત કર્યું છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે.




