મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

અમદાવાદ સહિત દેશભરમાં આરોપીઓને પકડીને જાહેરમાં માર મારવાના અને તે

તસવીર: gstv

અમદાવાદ સહિત દેશભરમાં આરોપીઓને પકડીને જાહેરમાં માર મારવાના અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના વધી રહેલા બનાવો મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારીને આ મામલે જવાબ માંગ્યો છે. અગાઉ 15 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટે યોગ્ય સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો હતો, પરંતુ આ મામલે અદાલતે પોલીસ બ્રિફિંગ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા કન્ટેન્ટ અંગે ગંભીર નોંધ લીધી છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓને માર મારીને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પ્રથા અયોગ્ય છે, જેને પગલે દાખલ થયેલી પીઆઈએલની સુનાવણીમાં ફેસબુક, એક્સ (ટ્વિટર) અને મેટા જેવી સોશિયલ મીડિયા કંપનીઓને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવી છે અને વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા અંગેની યોજનાઓ વિશે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

આ સમાચાર શેર કરો