VIDEO: ઉમરગામના સોળસૂંબા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ હોદ્દા પર યથાવત રહેતા સમર્થકો
વલસાડના ઉમરગામની સોળસૂંબા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસર

વલસાડના ઉમરગામની સોળસૂંબા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને ફરીથી હોદ્દા પર યથાવત રાખવાનો સરકારી હુકમ થતાં જ સ્થાનિક રાજકારણમાં જોવા મળ્યો.. બંને હોદ્દેદારોના સમર્થકો મોટી સંખ્યામાં વિજય ઉત્સવ મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર પૂર્વે જિલ્લા પંચાયત પ્રમુખ અને વર્તમાન APMC પ્રમુખ મણિલાલ પટેલનો ગઢ ગણાય છે. પરંતુ ભાજપના આંતરિક જૂથવાદ અને લોબીહરિફાઈના કારણે સરપંચ અને ઉપસરપંચ સતત રાજકીય ખેંચતાણનો ભોગ બનતા રહ્યા હતા. હવે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને માત્ર ત્રણ-ચાર મહિનાનો જ સમય બાકી છે, ત્યારે બંને નેતાઓને ફરી સત્તા મળતા સમગ્ર વિસ્તારનો માહોલ વધુ રાજકીય રંગે રંગાઈ ગયો છે.



