VIDEO: ઉમરગામના ફણસા બ્લેક ટ્રેપ માઇનિંગ લોકસુનાવણી: વિકાસ સામે પર્યાવરણ અને ગ્રામજનોના ગંભીર વાંધા
વલસાડના ઉમરગામના ફણસા ગામે બ્લેક ટ્રેપ અને

વલસાડના ઉમરગામના ફણસા ગામે બ્લેક ટ્રેપ અને સોફ્ટ ખનીજ માઇનિંગ પ્રોજેક્ટ માટે યોજાયેલી લોકસુનાવણી ભારે વિવાદમાં સપડાઈ છે. આ પ્રોજેક્ટથી દસ કિલોમીટરના વિસ્તારમાં આવતા બત્રીસ ગામો પ્રભાવિત થવાના હોવાથી સ્થાનિકો, પર્યાવરણ પ્રેમીઓ અને સામાજિક આગેવાનોએ ગ્રામજનોને અંધારામાં રાખીને સુનાવણી કરવાનો આક્ષેપ કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ભાજપના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રોજેક્ટને વિકાસ સાથે જોડીને ગ્રીન સિગ્નલ આપ્યો હતો, જ્યારે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિએ પણ કવોરીથી વાંધો ન હોવાનું જણાવી સમર્થન કર્યું હતું. સ્થાનિકોએ પર્યાવરણના ભોગે થતા આવા વિકાસ સામે કાનૂની લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે.



