મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિટી બસના 16 અનધિકૃત રૂટ બંધ કરવા ST વિભાગની કડક નોટિસ

મહેસાણામાં સિટી બસના અનધિકૃત રૂટના સંચાલન મામલે ST વિભાગે મહેસાણા મહાનગરપાલિકાને

તસવીર: gstv

મહેસાણામાં સિટી બસના અનધિકૃત રૂટના સંચાલન મામલે ST વિભાગે મહેસાણા મહાનગરપાલિકાને કડક નોટિસ પાઠવતાં મનપા તંત્રમાં હડકંપ મચ્યો છે. અગાઉ મંજૂર કરાયેલા 8 રૂટ સિવાય મનપા દ્વારા વધુ 16 રૂટ શરૂ કરાતા ST વિભાગે આ તમામ રૂટ તાત્કાલિક બંધ કરવા તાકીદ કરી છે. નિયમોનું પાલન નહીં થાય તો મનપાને અપાયેલી NOC રદ કરવાની પણ ચીમકી ST વિભાગે આપી છે. ST વિભાગીય પરિવહન અધિક્ષક હેતલબેન પટેલે આ મામલે કડક વલણ અપનાવ્યું છે, જ્યારે મનપાના ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરીએ NOC અંગે કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો છે.  

આ સમાચાર શેર કરો