VIDEO: ગેરકાયદે ચાવીથી વાલ્વ ખોલી પાણીચોરી કરતી સોસાયટીઓ
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાણી ચોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વોર્ડ નંબર 9 અને 11માંથી

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાણી ચોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વોર્ડ નંબર 9 અને 11માંથી મળેલી ફરિયાદોના આધારે વોટર વર્ક્સ વિભાગે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. તપાસ દરમિયાન કેટલાક હાઇરાઇઝ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ગેરકાયદે ચાવી વડે પાણીના વાલ્વ ખોલી પાણીનો અનધિકૃત ઉપયોગ કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. સત્યજીત સોપાન, જીવરાજ પાર્ક, સંસ્કાર સાનિધ્ય અને મવડી વિસ્તારની બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે અને ગેરકાયદે ચાવીઓ તાત્કાલિક જમા કરાવવા તાકીદ કરાઈ છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૂક્ષ્મણી હાઇટ્સમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. અગાઉ ત્રણ એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે બે એપાર્ટમેન્ટને પાણી ચોરી બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.




