મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર ઇકોઝોનમાં ૫૦૧માંથી ૩૮૭ રિસોર્ટ-હોટેલ ગેરકાયદે! હાઈકોર્ટની લાલ આંખ, સિંહોના સવાલો પર તંત્ર લાચાર!

ગીર આસપાસના ઈકોઝોન વિસ

તસવીર: gstv

ગીર આસપાસના ઈકોઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને લઈને ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. હાઈકોર્ટમાં રજૂ થયેલા કલેક્ટરોના સોગંદનામા મુજબ કુલ 501 એકમોમાંથી 387 એકમો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથમાં 308માંથી 221, જૂનાગઢમાં 161માંથી 141 અને અમરેલીમાં 29માંથી માત્ર 3 એકમો જ કાયદેસર હોવાનું નોંધાયું છે. વન વિભાગની એનઓસી વગર હોટલ અને રિસોર્ટ જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હોવા પર હાઈકોર્ટે આકરા સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આગામી 2 તારીખ સુધીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે બાંધકામોથી સિંહોના કોરિડોર પર જોખમ વધ્યું હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો