મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SJAGએ નેશનલ સ્પોર્ટ્સ ડે પર 17 ખેલાડીઓને સન્માનિત કર્યાં, રાજ્યપાલ બન્યા મુખ્ય મહેમાન

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત એટલે કે SJAG દ્

તસવીર: gstv

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત એટલે કે SJAG દ્વારા ચોથા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતના રમતગમતના પત્રકારો દ્વારા દર વર્ષે 15થી 17 જેટલા ખેલાડીઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી રહેલા  રાજ્યપાલે રમતગમતના મહત્વ પર ભાર મૂકતા છેલ્લા આઠ વર્ષમાં દેશમાં રમતગમત ક્ષેત્રે થયેલી પ્રગતિની વાત કરી હતી. સાથે જ બાળકોમાં વધી રહેલી મોબાઇલની લત અંગે ચિંતા વ્યક્ત કરી રમતગમત અને મેદાન સાથે જોડાવાને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. શાળાઓમાં રમતગમત માટે પૂરતી સુવિધા અને મેદાન ઉપલબ્ધ હોવા જોઈએ તેમ જણાવી રાજ્યપાલે રમતગમતને બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો