VIDEO: ધારીની શેલ નદીમાં સિંહે લગાવી અદભુત છલાંગ, રોમાંચક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલી શેલ નદીના કાંઠેથી ડાલામથ્થા

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલી શેલ નદીના કાંઠેથી ડાલામથ્થા સિંહનો એક અત્યંત રોમાંચક અને અદભુત વીડિયો સામે આવ્યો છે. વિસ્તારમાં સર્જાયેલા દર્શનીય વરસાદી વાતાવરણ વચ્ચે એક સિંહે શેલ નદીના વહેતા પાણીમાં મર્દાના અંદાજમાં જોરદાર છલાંગ લગાવી હતી. નદીના પાણીના ધસમસતા વહેણને પાર કરીને સિંહ પલકવારમાં સામે કાંઠે પહોંચી ગયો હતો. આ બબ્બર સિંહની સાહસિક છલાંગનો આખો નજારો સ્થાનિકના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો હતો. વનરાજનો આ દિલધડક અને અદભુત નજારો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને વાયરલ થયેલો આ વીડિયો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.




