મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ગરમીના કારણે એર કન્ડિશનર અને કુલરના વેચાણમાં નોંધપાત્ર વધારો, ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર ગ્રાહકોથી ઊભરાયા

ગરમીના કારણે એર કન્ડિશનર અને કુલરના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. તાપમાન

ગરમીના કારણે એર કન્ડિશનર અને કુલરના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરતાં હોવાથી શહેરી તેમજ નાના નગરોના ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર ગ્રાહકોથી ઊભરાઈ રહ્યા છે. 

વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે કુલરનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે એર કુલરના વેચાણમાં લગભગ અઢી ગણો વધારો થયો છે. ઇન્વર્ટર એસી અને ડેઝર્ટ કુલરની માંગ સૌથી વધુ છે. નાના શહેરોમાં પણ કુલરની માંગમાં વધારો થયો છે.જો કે તાજેતરમાં GST ઘટાડાને કારણે કુલરના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. ત્યારબાદ તાંબાના ભાવમાં વધારો થતાં એર કુલરના ભાવમાં ફરી વધારો થયો છે. પાંચ હજારથી પંદર હજાર રૂપિયાની કિંમતવાળા ડેઝર્ટ અને એર કુલર નીચલા અને મધ્યમ વર્ગના ગ્રાહકોમાં લોકપ્રિય છે. આ વર્ષે ઉનાળો વહેલો આવ્યો છે. જેથી બજારને વેગ મળ્યું છે. તાંબાના ભાવ વધવા છતાં માંગમાં કોઈ ઘટાડો નથી. 

આ સમાચાર શેર કરો