VIDEO: એસડીઆરએફએ વાસુકી તાલ ટ્રેક પરથી તમામ ૧૧ ટ્રેકર્સનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીના વાસુકી તાલ ટ્રેક પર ફસાયેલા તમામ ૧૧ ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીના વાસુકી તાલ ટ્રેક પર ફસાયેલા તમામ ૧૧ ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એસડીઆરએફ કમાન્ડન્ટ અર્પન યાદુવંશીના માર્ગદર્શન હેઠળ, એસડીઆરએફની ટીમે અન્ય રેસ્ક્યૂ અને રાહત એજન્સીઓ સાથે મળીને આ સફળ કામગીરી પાર પાડી છે. ઝડપી કાર્યવાહી કરીને ટીમે તમામ ૧૧ ટ્રેકર્સને સુરક્ષિત રીતે હરશિલ હેલિપેડ પહોંચાડ્યા હતા. જ્યાં તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તમામ ટ્રેકર્સ તંદુરસ્ત મળી આવ્યા છે. આ સાથે જ વાસુકી તાલ ટ્રેક પરનું રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું છે




